Rameshbhadra's Blog
આવો પહેલ તો કરીએ
જામનગર માં દરેક જગ્યાએ ગોઠવાશે સીસીટીવી કેમેરા.
Posted by on January 12, 2012
જામનગરમાં પોલીસ અધિક્ષક સુભાષ ત્રિવેદી સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા વેપારી-ઉદ્યોગપતિની એક બેઠક મળી હતી,જેમાં જામનગરમાં ચોરી, લૂંટ જેવા ગંભીર બનાવો અટકાવવા તથા સુરક્ષાવ્યવસ્થા મજબૂત બનાવવા માટે શહેરના મુખ્ય માર્ગો ઉપર ઠેર-ઠેર આધુનિક સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. એટલું જ નહીં ગુજરાત તથા અન્ય પ્રાંતના અસામાજિક તત્ત્વોના ફોટા સહિતના ડેટા પણ ફિડ કરવામાં આવશે.
શહેરમાં ચોરી, લૂંટ, હત્યા જેવા ગુનામાં નોંધપાત્ર વધારો થયો છે. જેથી આવા અપરાધોને અટકાવવા માટે શહેરના મુખ્ય માર્ગો ઉપર ઠેર-ઠેર સીસીટીવી કેમેરા લગાવવાનું પોલીસતંત્ર દ્વારા આયોજન કરાયું છે તેમજ અસામાજિક તત્ત્વોના ડેટા પણ ફીડ કરવામાં આવશે. જેથી આવા તત્ત્વો શહેરમાં ક્યાંય પણ અવર-જવર કરે તો તે જાણી શકાશે. આમ ગુંડા તત્ત્વો ઉપર પણ ચાંપતી નજર રાખવામાં આવશે. ચોરીના વધુ પડતા બનાવો રાત્રિના સમયે કારખાનાઓ તથા બંગલાઓમાં બને છે. પોલીસે આવા કારખાનેદારો અને વેપારીઓને પણ પોતાના વ્યવસાયના સ્થળે સીસીટીવી કેમેરા લગાવવાની સલાહ આપી છે. આ બાબતે જેમાં સીસીટીવી કેમેરાનું લાઈવ ડ્રેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવ્યું હતું.અને વેપારીઓ પાસે પોલિસે સહયોગ માંગ્યો હતો.