Rameshbhadra's Blog
આવો પહેલ તો કરીએ
જામનગરની ઐતિહાસિક ક્રિકેટ બંગલા નો થશે વિકાસ
Posted by on January 13, 2012
વિશ્વ ક્રિકેટના નકશામાં જામનગરના ક્રિકેટરો નું અદકેરૂ મહત્વ છે.દેશના ક્રિકેટમાં જામનગરનું યોગદાન અમુલ્ય છે.જામનગર નાં ક્રિકેટરો નાં નામ થી ભારત માં રણજીટ્રોફી અને દુલીપટ્રોફી રમાય છે એવા જામનગરમાં રણજી ટ્રોફી- દુલીપ ટ્રોફી જેવી સ્થાનિક ટુર્નામેન્ટ રમી શકાય તેવો ગ્રાઉન્ડ પણ નથી.
રાજ્ય સરકારને મોડે-મોડે પણ આ મેદાનનું ઐતિહાસિક મહત્વ સમજાયું છે ત્યારે ક્રિકેટ બંગલાના વિકાસનો પ્રોજેક્ટ ઝડપભેર આગળ ધપાવવામાં આવશે.
સ્પોર્ટસ ઓથોરીટીનાં કોચ શૈલેષ પંડયાના જણાવ્યા અનુસાર જામનગરના અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન (ક્રિકેટ બંગલો)માં પ્રથમ કક્ષાનું ક્રિકેટ રમાય તે માટે ઘણી બધી સુવિધાઓનો અભાવ હોય જરૂરી સુવિધાઓ વિકસાવવા માટે પી.ડબ્લ્યુ.ડી. મારફત રૂ.દોઢ કરોડના ખર્ચની દરખાસ્ત સ્પોર્ટસ ઓથોરીટીને મોકલવામાં આવી હતી. જેનો ઓથોરીટી દ્વારા સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે.
જામનગરનું આ ઐતિહાસિક મેદાન રાષ્ટ્રીય ટુનૉમેન્ટ માટે લાયક બને તે માટે ગ્રાઉન્ડમાં પાંચ વિકેટ બનાવવામાં આવશે. તેમજ મુખ્ય મેદાનની બાજુમાં પ્રેકટીસ વિકેટ પણ બનાવવામાં આવશે. મેદાનને સમાંતર લેવલનું બનાવવામાં આવશે. સાથે-સાથે ૨૫ હજાર દર્શકો સમાય શકે અને મેચને નિહાળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
ઉપરાંત ખેલાડીઓની સુવિધા માટે પેવેલીયન અને ડ્રેસીંગ રૂમને નવો જ ઓપ આપી સુવિધા સભર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વાહન પાકિઁગ માટે પણ અલાયદી વ્યવસ્થા આ દરખાસ્તમાં સુચવવામાં આવી છે. કુલ દોઢ કરોડનાં અંદાજીત ખર્ચની દરખાસ્તને સૈધ્ધાંતિક મંજૂરી મળી જતાં ટુંક સમયમાં તે અંગેની કાર્યવાહી કરવામાં આવશે.