Rameshbhadra's Blog
આવો પહેલ તો કરીએ
પટ્ટણીવાડ માં વીજચોરી ડામવા ગયેલ વીજતંત્રની ટુંકડી પર હુમલો.
Posted by on January 21, 2012
જામનગર શહેરના સોંથી વધુ વિજલોસ ધરાવતા વિસ્તાર પટ્ટણીવાડ માં વીજચોરી ડામવા શુક્રવારના વીજતંત્રની ટુંકડીઓ સવારના આ વિસ્તારમાં ચેકીંગ અર્થે ત્રાટકી હતી. જેની જાણ થતાં થોડીવારમાં જ મહિલા સહિત લોકોના ટોળા પટ્ટણીવાડમાં એકત્ર થયા હતાં. ત્યારબાદ ચેકીગ કરવા ગયેલા મહિલા વીજ ઇજનેર અને હેલ્પર સહીતના સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ દરમિયાન ટોળાએ ફરજ બજાવી રહેલા મહિલા વીજ ઇજનેર અને હેલ્પરને ઢીકાપાટુનો માર માર્યો હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આ એવો વિસ્તાર છે કે જયાં ભાગ્યે જ કોઈ વીજચોરી ન કરતો હોઈ.આ વિસ્તાર ની મોસ્ટ ઓપરેડી છે કે ખુલ્લે આમ વીજ ચોરી કરો જયારે ચેકિંગ આવે ત્યારે ટોળા દ્વારા હુમલો કરો અને આ બબાલ દરમિયાન ચોરી માટે નાખેલ લંગરિયા કાઢી શકાય.
અહીં બીજી એક ખૂબી છે કે વીજ ચેકિંગ કરવા જયારે પણ વીજ ચેકિંગ ટુકડી જાય ત્યારે ત્યારે હુમલા થયા છે તેથી ત્યાં એકલ દોકલ વીજ કર્મચારી ત્યાં ચેકિંગ માં જતા નથી.અને આ બાબતે જયારે પણ બબાલ થઈ ત્યારે રાજકીય લોકો સત્કર્મ કરવા પહોચી ગયા છે.