Rameshbhadra's Blog
આવો પહેલ તો કરીએ
પ્રજાસતાક દિન નિમિતે જામનગર જિલ્લા કોંગ્રેસે યોજી સતકર્મ રેલી.
Posted by on January 27, 2012
જામનગર જિલ્લા એન.એસ.યુ.આઇ. ઉપક્રમે ૨૬મી જાન્યુઆરી ના રોજ સવારના ૧૦:૩૦ કલાકે, જિલ્લા કોંગ્રેસ કાર્યાલય, લીમડાલાઇનથી સતકર્મ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જામનગરના જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી પ્રસ્થાન કરી અને શહેરના તમામ મુખ્ય માર્ગેા ઉપરથી પસાર થઇ હતી અને જામનગરમાં આવેલ સુભાષચદ્રં બોઝ, મહાત્મા ગાંધીજી, જામસાહેબ, ભગતસિંહજી, સરદાર વલ્લભભાઇ પટેલ, વિરાંગના રાની લમીબાઇ, રાજેન્દ્રસિંહ, ડો.બાબા સાહેબ આંબેડકર, સ્વામી વિવેકાનદં સહિતની તમામ પ્રતિમાઓની સાફ–સફાઇ કરી ફુલહાર કરવામાં આવ્યું હતું.આ રેલીમાં મોટી સંખ્યા માં મોટર સાઇકલો તથા ૨૫ જેટલી અને મોટરકારો જોડાઇ હતી. આ રેલીના પ્રસ્થાન સમયે સાંસદ વિક્રમભાઇ માડમ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ વિરમગામી, જિલ્લા કોંગ્રેસ કાર્યવાહક પ્રમુખ હકુભા જાડેજા, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, ગુજરાત એન.એસ.યુ.આઇ. પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, વનરાજસિંહ ચાવડા, જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ ઇરફાન શેખ, જીતુભાઇ લાલ સહિતના તમામ કોંગ્રેસના આગેવાનો, કોર્પેારેટરો જોડાયા હતાં. આ રેલીમાં તમામ ધર્મના એટલે કે હિન્દી, મુસ્મિલ, શીખ, ઇસાઇ સર્વે ધર્મના વ્યકિતઓ પોતાના પરંપરાગત વેશભૂષામાં આવી અને પ્રતિમાઓને ફત્પલહાર કરેલ હતું. આ રેલીનો હેતુ સર્વધર્મને સાંકળી રાષ્ટ્ર્રીય તહેવારની હર્ષઉલ્લાસથી ઉજવણી કરવાનો હતો અને આ કાર્યક્રમમાં પ્રતિમાઓની સાફ સફાઇ દ્રારા સત્કર્મ કરવામાં આવ્યું હતું. જે કાર્યએ આ રેલીનું શિર્ષકને યથાયોગ્ય બનાવ્યું હતું.