Rameshbhadra's Blog

આવો પહેલ તો કરીએ

હાલારમાં પ્રજાસત્તાક પર્વ ની રંગેચંગે ઉજવણી

જામનગર મહાનગર પાલિકા દ્રારા ખંભાળીયા નાકા બહાર મેયર અમિબેન પરિખના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેમણે સલામી ઝીલી હતી.જામનગર મહાનગર પાલિકા દ્રારા યોજાયેલા કાર્યક્રમને અનુલક્ષીને ગઇકાલે સાંજે ખંભાળીયા નાકા બહાર દેશભકિતના ગીતનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ભાજપના શહેર પ્રમુખ અશોકભાઇ નંદા, શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખભાઇ હિંડોચા, મ્યુ.કમિશ્નર અનુપમકુમાર, ડે.મેયર મનસુખ ખાણધર, સ્ટે.કમિટીના ચેરમેન મેરામણ ભાટુ તથા શાસકપક્ષના નેતા દિનેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં
જામનગર જિલ્લા પંચાયત દ્રારા સવારે ૮ કલાકે જિલ્લા પંચાયતના પટાંગણમાં પ્રમુખ ડો.પી.બી.વસોયાના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયતના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
જામનગરમાં આજે હેડકવાર્ટર ખાતે એસ.ડી.સરવૈયાએ સલામી લીધી હતી. આ કાર્યક્રમમાં મામલતદાર ખાચર સહિતના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.કાર્યક્રમમાં હોમગાર્ડઝના જવાનોએ પરેડની સલામી ઝીલી હતી. તેમજ આ પ્રસંગે વિવિધ સ્કૂલના બાળકો દ્રારા આકર્ષક કલાકૃતિ સાથે વિવિધ નૃત્ય તથા રાષ્ટ્ર્રગીતનું ગાન કરવામાં આવ્યું છે.તેમજ કોંગ્રેસ પક્ષ દ્રારા પણ ધ્વજવંદન નો કાર્યક્રમો યોજાયો હતો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.