Rameshbhadra's Blog
આવો પહેલ તો કરીએ
જામનગર પોલીસે થુંકેલું ચાટ્યું, શિવ ભક્તો સામે હવે કોઈ કારવાહી નહિ.
Posted by on February 28, 2012

જામનગરમાં શિવરાત્રીના દિવસે શોભાયાત્રા બાદ પોલીસે ૩૭ શિવભકતો સામે ગુનો નોંધ્યા બાદ શહેરમાં ઉત્તેજનાભયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને રવિવારથી હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળના નેજા હેઠળ વિવિધ કાર્યક્રમોનું એલાન કરાયું હતું. ગઇકાલે મૌન રેલી યોજાયા બાદ આજે સવારથી લાલબંગલા સર્કલમાં ધરણાંના કાર્યક્રમ યોજાયા હતા જેમાં સંતો–મહંતો સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. બપોરે ૧૨ વાગ્યે જિલ્લા પોલીસવડા સુભાષ ત્રિવેદીની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ચત્રભુજદાસજી મહારાજ, મહાદેવ હર મિત્ર મંડળના રાજુભાઇ વ્યાસ તથા હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરૂભાઇ કનખરાની ઉપસ્થિતિમાં આખરે સમાધાન થયું હતું અને દ્રારકાના દંડીસ્વામી અને ડીવાયએસપી પટેલ તથા પી.આઇ.સરવૈયાની ઉપસ્થિતિમાં આજે બપોરે જિલ્લા પોલીસ વડાએ ડી.વાય.એસ.પી.પટેલ, પી.આઇ.હડીયા, સરવૈયાને લાલબંગલા સર્કલ ખાતે મોકલ્યા હતાં. ડીવાયએસપી પટેલે જણાવ્યું હતું કે પોલીસ હવે આ કેસ પાછો ખેંચી લેશે અને આ કેસમાં હવે કોઇની પણ ધરપકડ નહીં થાય તેમજ આ કેસને ફરીથી રિ–ઓપન પણ નહીં કરાય તેમની આ જાહેરાતને શિવભકતોએ વધાવી લીધી હતી.આજે બપોરે લાલબંગલા ખાતે યોજાયેલા પ્રતિક ધરણાના કાર્યક્રમમાં સાંસદ વિક્રમભાઇ માડમ, સ્વામિનારાયણ સંપ્રદાયના ચત્રભુજ દાસજી, કબીર આશ્રમના રામેશ્રવર સાહેબ, અશોકભાઇ નંદા, હકુભા જાડેજા, જીતુભાઇ લાલ, ધીરૂભાઇ કનખરા, ભીખુભાઇ વારોતરીયા, પી.સી.ખેતીયા, રામશી મારૂ, નિલેશ ટોલીયા, વલ્લભભાઇ માડમ, કેશુભાઇ માડમ, દિલીપભાઇ આહીર, મુળુભાઇ કંડોરીયા, પ્રતિક ભટ્ટ, મુકેશભાઇ દાસાણી, હીતેન ભટ્ટ, હસમુખ હિંડોચા, સંજય જાની, સંજય ચેતરીયા, તિલકરત્નજી, રમેશ કટારમલ સહિતના અગ્રણીઓ આ પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા.