Rameshbhadra's Blog
આવો પહેલ તો કરીએ
જામનગરમાં લાખોટા જળસંચય અભિયાન સમિતિ દ્વારા લાખોટા તળાવની પાળે સર્વધર્મ મહાઆરતી.
Posted by on February 29, 2012
જામનગરનાં બોર-કૂવાઓની જીવાદોરી સમાન ઐતિહાસિક લાખોટા (રણમલ) તળાવને ઉંડુ ઉતારી તેની જળસંગ્રહ ક્ષમતા વધારવાના અભિયાનને ૧૧ વર્ષ પૂર્ણ થતાં લાખોટા જળસંચય અભિયાન સમિતિ દ્વારા તળાવની પાળે મહાઆરતી યોજવામાં આવી હતી. તેમજ દેશભરની નદીઓનાં જળનો તળાવના જળમાં અભિષેક કરવામાં આવ્યો હતો.
આણદાબાવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં અહીં એકત્ર હજારો શહેરીજનોએ તળાવની પાળે દિપ અને મીણબતી પ્રજવલિત કરી લાખોટાના નીર પ્રત્યે ઋણ અદા કર્યું હતું.








