Rameshbhadra's Blog

આવો પહેલ તો કરીએ

જામનગર મા રામજન્મોત્સવની ધામધુમપુર્વક ઉજવણી.

જામનગરમાં ભગવાન રામચંદ્રજીની જન્મ જયંતિ અંતર્ગત રામસવારી આજે સાંજે તળાવની પાળ ઉપર આવેલ સુપ્રસિધ્ધ બાલાહનુમાન મંદિર ખાતેથી પ્રારંભ થઈ હતી.જે તળાવની પાળથી હવાઈચોક,માંડવી ટાવર,બર્ધન ચોક,ચાંદીબજાર,દિપક ટોકીઝ,બેડી ગેઈટ થઈ પંચેશ્વર ટાવર ખાતે લોહાણા મહાજન વાડી ખાતે આવેલ રામ મંદિરે પુર્ણ થઈ હતી.આ શોભાયાત્રાના માર્ગ પર ઠેક-ઠેકાણે રામસવારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તથા સવારીમાં જોડાયેલ રામ સેવકો માટે શહેરના અનેક વિસ્તારોમાં ઠંડા-પીણા, સરબત તથા પ્રસાદીનું વિતરણ કરી સ્થાનિક જગ્યાએ વિવિધ ઝાંખીઓના સુંદર ફલોટસ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. રામનવમી અંતર્ગત શહેરમાં આવેલ સુપ્રસિધ્ધ બાલાહનુમાન મંદિરમાં વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યા હતા. બપોરે અને સાંજે વિશિષ્ટ આરતી યોજવામાં આવી હતી. જેમાં લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. બાલાહનુમાન મંદિર ઉપરાંત શહેરમાં આવેલા અન્ય રામ મંદિરોમાં સવાર-સાંજ મહાઆરતી તથા રામજન્મોત્સવની ધામધુમપુર્વક ઉજવણી કરવામાં આવી હતી.

About these ads

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

%d bloggers like this: