Rameshbhadra's Blog
આવો પહેલ તો કરીએ
પ્રદર્શન ગ્રાઉન્ડ અને જૂના રેલવે સ્ટેશન પાસેની વસાહતો હટાવતુ તંત્ર
Posted by on મે 10, 2012
પ્રદર્શન ગ્રાઉન્ડ અને જુના રેલવે સ્ટેશન પાસે રેલવેની જમીનમાં ઉભી કરવામાં આવેલી ગેરકાયદે ઝુંપડપટ્ટીઓ હટાવવા માટે જામ્યુકોની એસ્ટેટ શાખા અને પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહીં ઉભા કરાયેલા ૫૦ જેટલાં ઝુંપડાઓ હટાવાયા હતાં.આ વસાહતો અસામાજિક પ્રવૃતિઓનાં અડ્ડાઓ બની ગયા હોવાની વ્યાપક ફરિયાદો બાદ તંત્ર દ્વારા આજે આ કાર્યવાહી કરવામાં આવી હતી. અસામાજિક પ્રવૃતિઓનાં અડ્ડાઅને અસામાજિકોનું ઉત્પતિ સ્થાન બની ગયેલી આવી વસાહતો માંથી ગેંગરેપની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ પણ પકડાયા હતા તેમજ આ વસાહતો માં બાવરી લોકો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂ વેચવા ની પ્રવૃત્તિ પણ થતી હતી આમ અનેક ફરિયાદો બાદ આજે તંત્રે કામગીરી કરી હતી.