Rameshbhadra's Blog

આવો પહેલ તો કરીએ

Category Archives: JAMNAGAR PHOTO

જામનગરમાં લાખોટા જળસંચય અભિયાન સમિતિ દ્વારા લાખોટા તળાવની પાળે સર્વધર્મ મહાઆરતી.

જામનગરનાં બોર-કૂવાઓની જીવાદોરી સમાન ઐતિહાસિક લાખોટા (રણમલ) તળાવને ઉંડુ ઉતારી તેની જળસંગ્રહ ક્ષમતા વધારવાના અભિયાનને ૧૧ વર્ષ પૂર્ણ થતાં લાખોટા જળસંચય અભિયાન સમિતિ દ્વારા તળાવની પાળે મહાઆરતી યોજવામાં આવી હતી. તેમજ દેશભરની નદીઓનાં જળનો તળાવના જળમાં અભિષેક કરવામાં આવ્યો હતો.
આણદાબાવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં અહીં એકત્ર હજારો શહેરીજનોએ તળાવની પાળે દિપ અને મીણબતી પ્રજવલિત કરી લાખોટાના નીર પ્રત્યે ઋણ અદા કર્યું હતું.

ડો.બાબા સાહેબ આંબેડકર ને પુષ્પાંજલિ.

સ્વતંત્ર ભારતનાં બંધારણનાં ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની ૧૨૦મી જન્મ જયંતિ નિમિત્તે બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

જામનગર માં રામનવમી ની ભવ્ય ઉજવણી.

જામનગર
ભારતીય લોક સંસ્‍કૃતિમાં રામ અને કૃષ્‍ણ એ ભારતીય સંસ્‍કૃતિમાં જે અમીટ છાપ છોડી છે તે યુગો-યુગો સુધી અમર રહેશે. આ ભારતીય સંસ્‍કૃતિમાં એટલી હદે એકરુપ થઈ ગયા છે,આજે પણ આપણે કોઈ પણ વ્‍યકિત મળે ત્‍યારે રામ રામ બોલીએછીએ.જયારે પણ આપણને નકારાત્‍મકતાનો અહેસાસ થાય ત્‍યારે આપણા મોમાંથી શ્રી રામનું નામ અવશ્‍ય બોલાય છે. આજે પણ રામરાજય વ્‍યવસ્‍થાને શ્રેષ્‍ઠ રાજયવ્‍યવસ્‍થા તરીકે ગણવામાં આવી છે.

ભારતીય હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર
દુરાચાર અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવી થવા લાગી ત્‍યારે શ્રી રામે તેમને પરાસ્‍ત કરવા માટે જન્‍મ લીધો,અને તે સમય હતો
બપોરનાં બાર વાગ્‍યાનો ,તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામનાં આ જન્‍મ દિવસને ઉત્તર થી દક્ષિ‍ણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા
રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની શરુઆત થયાની
આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્‍યકિતએ માતા-પિતા, ગુરુ, પત્નિ, નાનાભાઇ ભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની
ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવા ની સાથે એક મર્યાદા પુરૂષોતમ અને એક પૂર્ણ પુરુષનું અજરમાન જીવન વ્‍યતિત કર્યુ.

મર્યાદા પુરૂષોતમ રામના આજે પ્રાગટયદિન તરીકે મનાવાતી રામનવમી પર્વની સમગ્ર જામનગર ના રામમંદિરોમાં ભક્તિભાવપૂર્વક
ઉજવણી કરાઇ હતી. ઠેર ઠેર રામજન્મોત્સવ, શોભાયાત્રા, મહાઆરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની વચ્ચે સમગ્ર વાતાવરણ રામમય
બની જવા પામ્યું હતું.મંદિરોમાં વહેલી સવારથી જ લોકો મર્યાદા પુરૃષોતમ રામના દર્શન કરવા ઉમટી પડયા હતા.

જામનગરમાં મહાદેવ હર મિત્ર મંડળ અને હિન્દુ ઉત્સવ સમિતિના નેજા હેઠળ રામનવમીના દિવસે રામસવારીનું ભવ્યાતિભવ્ય આયોજન
કરવામાં આવ્યું હતું. આ વર્ષની રામ સવારીના આકર્ષણના ભાગરૂપે શોભાયાત્રા દરમ્યાન હીરા મોતી પ્રસાદીનું વિતરણ કરવામાં
હતું.જામનગર ના સુપ્રસિધ્ધ બાલા હનુમાન ને આજે શ્રી રામ ના જન્મ ને ઉજવવા માટે ભવ્ય રીતે શણગારવા માં આવ્યો હતો.રામ નવમી ની શોભાયાત્રા તળાવની પાળ ઉપર આવેલ સુપ્રસિધ્ધ બાલાહનુમાન મંદિર ખાતેથી પ્રારંભ થયો હતો. જે તળાવની પાળથી હવાઈચોક, માંડવી ટાવર, બર્ધન ચોક, ચાંદીબજાર, દિપક ટોકીઝ, બેડી ગેઈટ થઈ પંચેશ્વર ટાવર ખાતે લોહાણા મહાજન વાડી ખાતે આવેલ રામ મંદિરે પુર્ણ થશે.
આ શોભાયાત્રના માર્ગ પર ઠેક-ઠેકાણે રામસવારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તથા સવારીમાં જોડાયેલ રામ સેવકો માટે શહેરના અનેક
વિસ્તારોમાં ઠંડા-પીણા,સરબત તથા પ્રસાદીનું વિતરણ કરવા માં આવ્યું હતું.રામ સવારી ના રૂટ ઉપર વિવિધ ઝાંખીઓના સુંદર ફલોટસ
પણ તૈયાર કરવામાં આવ્યા હતા.

lakhota lake-jamnagar

Ranmal lake
જામનગર નું લાખોટાતળાવ કે જેમાં દર વર્ષે પેલિકન, સુરખાબ, સ્પુનબિલ્સ, ડક, ટર્ન અને ગુલ સહિતની પક્ષીઓની લગભગ ૧૦૦ થી વધુ પ્રજાતિઓ શિયાળા ની મોજ માણવા આવે છે.
જામનગર નું એકમાત્ર હરવા ફરવા નું સ્થળ લાખોટા તળાવ નું ભુજીયા કોઠા ના ઝરુખા માંથી લીધેલ તસ્વીર.

lakhota lake,jamnagar

lakhotalake


જામનગર ની શાન એવી લાખોટા તળાવ માં સાંજ ના જયારે પક્ષીઓ જુદા-જુદા આકાર બનાવી ને ઉડતા હોઈ ત્યાર નું દશ્ય.

Follow

Get every new post delivered to your Inbox.