Rameshbhadra's Blog
આવો પહેલ તો કરીએ
Category Archives: JAMNAGAR POLICE
જામનગરના પોલીસ હેડ.કોન્સ. સસ્પેન્ડ.
Posted by on July 12, 2011
જામનગરના પોલીસ હેડ.કોન્સ.ની સામે જિલ્લા પોલીસ વડાએ કડક પગલા ભરીને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ચકચાર વ્યાપી છે.જામનગરના પોલીસ હેડકવાર્ટર ખાતે ફરજ બજાવતા હેડ.કોન્સ. ગોવિંદ ભીમાભાઇ ભીલ તાજેતરમાં ભાણવડની બજારમાં કેફી પ્રવાહી પીધેલી હાલતમાં ઝડપાઇ જતાં જિલ્લા પોલીસ વડા સુભાષ ત્રિવેદી દ્રારા આ પોલીસ સામે કડક પગલા ભરી તેને સસ્પેન્ડ કરી દીધો છે. પોલીસ કર્મચારી ગોવિંદ ભીલની મીઠાપુર ખાતે બદલી થયાનું જાણવા મળ્યું છે
જામનગર માં રીક્ષા ચોર પકડાયો.
Posted by on July 11, 2011
જામનગરની રિધ્ધી–સિધ્ધી સોસાયટીમાં રહેતા અલ્લારખા હાજીભાઇ બાબયાણીની રૂા. ૧૦ હજારની કિંમતની વાસ્પા રિક્ષા ન. જી.જે. ૩ યુ. ૩૮૦૬ ની બે દિવસ પહેલા ખોડિયાર કોલોની મેઇન રોડ પરથી ઉઠાંતરી થઇ હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
દરમ્યાનમાં એબ્સ્કોન્ડરના પોલીસ કર્મચારી ને આ અંગે બાતમી મળતા ખોડિયાર કોલોનીમાં રહેતા હનુભા નારણજી રાઠોડને ચોરાઉ રિક્ષા સાથે ઝડપી
લીધો હતો. આરોપી પીધેલી હાલતમાં માલુમ પડતા તેમની સામે પ્રોહીબીશન મુજબ વધુ એક ફરિયાદ દાખલ થઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હનુભા રાઠોડને અગાઉ કોર્ટમાં અવર–નવર બોગસ જામીન પડવા અંગે બ્લેક લીસ્ટમાં મુકયો હતો.
ઘોડીપાસનો જૂગાર રમતા બાર શખ્સો ઝડપાયા
Posted by on July 11, 2011
જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસનો જૂગાર રમતા બાર શખ્સોને રોકડ, મોબાઇલ સહિતના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.
જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં રામડેરી પાછળના વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમી રહેલા ખોજા ચકલામાં રહેતા યુસુફ ઉર્ફે ટકો અલીમામદ બ્લોચ, જૂના કુંભારવાડામાં રહેતા નુરમામદ ઓસમાણ ઉર્ફે ગુલો બ્લોચ, ટીટોડીવાડીમાં રહેતા શબીર ઉંમર ખફી, અંબાજી ચોકમાં રહેતા પરેશ પરત ચૌહાણ, નદીપા રોડ પર રહેતા મહેબુબ ઇસ્માઇલ શેખ, નાગેશ્ર્વરમાં રહેતા પ્રકાશ ઉર્ફે પકો ધનજી ડાભી, જૂના કુંભારવાડામાં રહેતા સલીમ અહેમદ ચાવડા, જાહીદ હુશેન સિપાઇ, રંગમતી સોસા.માં રહેતા નવશાદ અબ્બાસ બેલીમ ને જામનગર પોલીસે ઝડપી લીધા હતાં.
જામનગર બળાત્કાર પ્રકરણ માં ગણતરીની કલાકોમાં જ ગુનેગાર ને પકડતી પોલીસ
Posted by on July 8, 2011
જામનગર માં આવેલા ધરારનગર-ર વિસ્તારના નવા આવાસમાં રહેતા એક પરિવારના માસુમ બાળા પર બળાત્કાર ગુજારી અજ્ઞાત નરાધમ શખ્સ નાશી છુટતા સનસનાટી મચી ગઇ હતી. હેવાને ગુજારેલા બળાત્કારથી અર્ધબેભાન બની ગયેલી માસુમ બાળાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઇ હતી.
આ બનાવના પગલે પોલીસવડા સુભાષ ત્રિવેદી સહિતના અધિકારીઓનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને નરાધમના સગડ મેળવવા દોડધામ શરૂ કરી હતી. આ વિસ્તારના લોકો ના નિવેદનોમાં કોઇ લાલ ટીશર્ટ પહેરેલો મુછોવાળો શખ્સ છેલ્લે બાળકી સાથે દેખાયો હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન આ વિસ્તારમાં રહેતા મુનરાજ ઉર્ફે મુનો માલસીભાઇ ઉર્ફે મોતાભાઇ હાજાણી ચારણ નામના શખ્સે કર્યું હોવાની એલસીબીના હેડ કોન્સ્ટેબલ વશરામભાઇ આહિર અને કોન્સ્ટેબલ ફિરોજ દલને માહિતી મળી હતી.
આરોપી હેવાન બળાત્કાર ગુજારી ટ્રક વાટે નાશીક જવા નીકળી ગયાની વિગતો સામે આવતા એલસીબીનો સ્ટાફ તુરંત સરકારી વાહનમાં અમદાવાદ જવા નીકળ્યા હતાં,અને બગોદરા રોડ પર વટાણા ચોકડી પાસે ટ્રકને આંતરી લઇ નરાધમને પકડી પાડ્યો હતો અને પરત અત્રે લઇ આવ્યા હતાં.પોલીસે મુનરાજની આગવી ઢબે પુછપરછ કરતા તેણે પ્લાસ્ટીક વીણતી બાળાને પૈસા આપવાની લાલચ આપી ઘટના સ્થળે લઇ ગયો હતો. જ્યાં બાળકીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણીને ઢસડી વાડીમાં ઉભેલા મકાઇનાપાક માં લઇ જઇ બળાત્કાર ગુજારી નાશી છુટયો હતો.